મોઢ સારશ્વત બાબુભાઈ નવલાવાલા વિશ્વામિત્રીના પૂરની સમસ્યા ઉકેલશે
છેલ્લા પાંચ વર્ષમાં બેવાર વડોદરાને
ધમરોળનાર વિશ્વામિત્રી નદીને કાબુ કરવા સરકાર
દ્વારા ભારત સરકારના પૂર્વ સચિવ અને મોઢ સારશ્વત બાબુભાઈ નવલાવાલાની અધ્યક્ષતામાં વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટી બનાવવામાં આવી છે. અત્રે
ઉલ્લેખનીય છે કે મોઢ આગેવાન અને ઉચ્ચ વહિવટી અધિકારી બાબુભાઈ નવલાવાલા મુખ્યમંત્રી
અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જળ સંચય અને વ્યવસ્થાપન ટીમમાં પણ કાર્યરત છે. આ કમિટી દ્વારા આજવા સરોવર, પ્રતાપ સરોવરમા પાણીની
સંગ્રહ શકિત વધારવાની, આજવા સરોવરના ૬૨
દરવાજાનું આધુનિકરણ કરવું, નદી ડાયવર્ટ કરવી અને ઊંડી કરવી,
પહોળી કરીને વહન શક્તિ વધારવાની સંભવતઃ ભલામણ કરવામાં આવનાર છે. આ
ભલામણ આગામી ૩૦મી નવેમ્બરે સરકારને સોંપવામાં આવશે.
વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટીના અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ સચિવ બી. એન. નવલાવાલાએ જણાવ્યું હતું કે, "નદી એ માતા છે અને લોકમાતાને સ્વચ્છ રાખવી તે પ્રજાનું કર્તવ્ય છે. સરકારની સાથે પ્રજાએ પણ પોતાની જવાબદારી સમજવી પડશે" તો જ નદી માતા શહેરને બચાવશે. વિશ્વામિત્રી નદીને કારણે વડોદરાને પડી રહેલ, પડેલ અને આગામી સમયમાં પણ પડી શકનાર સમસ્યાના ઉકેલ માટે સરકારે રૂપિયા ૧૨૦૦ કરોડ મંજૂર કર્યા છે. જે અંતર્ગત રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
વિશ્વામિત્રી નદી પૂર
નિયંત્રણ કમિટીના અધ્યક્ષ બી.એન. નવલાવાલા જણાવે છે કે,
પ્રોજેક્ટ રિપોર્ટમાં બે ભલામણ કરવામાં આવશે, જેમાં
ટૂંકા ગાળામાં એટલે કે એક-દોઢ વર્ષમાં કરવાની કામગીરી અને લાંબા ગાળામાં ત્રણ વર્ષની કરવાની કામગીરી. જેમાં એક આજવા સરોવર, પ્રતાપ
સરોવર અને તેની આસપાસમાં આવેલાં બે તળાવોની સંગ્રહ શકિત વધારવી, વિશ્વામિત્રી નદીની વહન શક્તિ વધારવી અને વિશ્વામિત્રી નદીને કાંસ દ્વારા
ઢાઢર નદીમાં ડાયવર્ટ કરવી અને જરૂર પડે વધારાનું પાણી મહીં નદીમાં ડાયવર્ટ કરવું. પ્રથમ
તબક્કામાં વિશ્વામિત્રી નદીની સફાઇ કરવી, ઊંડી કરવાનું કામ
શરૂ કરી શકાય પરંતુ, વિશ્વામિત્રીમા મોટા પ્રમાણમાં મગરો,
કાચબાઓ હોઇ, તેઓને નુકશાન ન થાય તે રીતે
કામગીરી કરવાની હોવાથી આગામી દિવસોમાં વન વિભાગની સાથે પણ બેઠક કરવામાં આવનાર છે.
વહિવટી રીતે કડક અને સક્ષમ અધિકારી બાબુભાઈ નવલાલા આ જટિલ સમસ્યા માટે કડક નિર્ણયો લેવાનું અને તેનું અમલીકરણ કરાવવાનું સુચન કરે છે. આશા રાખીયે કે આપણાં આ મોઢ સમાજરત્ન બાબુભાઈ નવલાવાલા તેમના ઉદ્દેશ્યમાં સફળ રહેશે.
No comments