Modh Samaj


 

મોઢ ઘાંચી સમાજના જરૂરીયાતમંદોને રોકડ અને અન્ન સહાય

સામાજિક જવાબદારીના ભાગરૂપે સમાજના જરૂરીયાતમંદોને રોકડ અને અન્ન સહાય કરવાનું આયોજન ભરૂચના શ્રી ભુગુપૂર મોઢ ઘાંચી હિતર્વધક મંડળ દ્વારા સતત થતું રહ્યું છે. આગામી દિવસોમાં દિપાવલીનો તહેવાર આવતો હોય દાતાશ્રીઓના યોગદાનથી રોકડ સહાય અને અનાજ વિતરણનો કાર્યક્રમ મોઢેશ્વરી ભવન ખાતે રાખવામાં આવ્યો હતો. આ આયોજનમાં સમાજના કુલ ૭૪ જેટલાં જરૂરીયાતમંદોને રોકડ સહાય (દરેકને ૬૬૦૦ રૂ.) તથા  અન્ન સહાય (૨૬ વરતુઓ) આપવામાં આવી હતી.


આમ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી કુલ ૪,૮૮,૪૦૦ (ચાર લાખ અઠ્યાસી હજાર ચારસો) રૂપિયા રોકડા તથા જીવન ઉપયોગી ૨૬ વસ્તુઓ આપવામાં આવી હોવાની માહિતી સંસ્થામા મુખ્ય ટ્રસ્ટી શંકરલાલ ગાંધી દ્વારા આપવામાં આવી છે. હવે પછી મકરસંક્રાંતિ નિમિત્તે રોકડ અને અન્ન સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ આ સહાય કાર્યક્રમમાં જ્ઞાતિજનોને સહયોગ આપવા અપીલ પણ કરવામાં આવી છે.




No comments