મોઢ શ્રેષ્ઠી યોગેશ મહેતા (ખુંધાવાલા) દ્વારા અંતિમયાત્રા વાહિનીનું દાન
ભરૂચના મોઢ શ્રેષ્ઠી યોગેશ
અમૃતલાલ મહેતા (ખુંધાવાલા) દ્વારા લાભ પાંચમના દિવસે મા-બાપના
સ્મરણાર્થે અંતિમયાત્રા વાહિની સેવાયજ્ઞ સમિતિને દાનમાં આપવામાં
આવી. આ અંતિમયાત્રા વાહિનીનો ઉપયોગ ભરૂચવાસીઓ
વિનામૂલ્યે કરી શકશે.
મૂળ જૂના ભરૂચના પીરકાંઠી રોડ વિસ્તારના રહીશ અને હાલ મનિષાનંદ સોસાયટીમાં રહેતા મોઢ દંપતિ યોગેશભાઈ અને શોભાબહેને સ્વર્ગસ્થ માતા પિતાના સ્મરણાર્થે અંદાજિત ચૌદેક લાખ રૂપિયા કિંમતની અંતિમયાત્રા વાહિની સેવાયજ્ઞ સમિતિને આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અનેક સેવાકીય કાર્યો કરતી સેવાયજ્ઞ સમિતિને અપાયેલ આ દાન યથોચિત લેખાશે. આ અંતિમયાત્રા વાહિનીમાં શબ સાથે થોડાક લોકોને બેસવાની વ્યવસ્થા પણ છે. આ અંતિમયાત્રા વાહિની ભરૂચના શહેરીજનોના સ્નેહીઓની અંતિમ યાત્રા માટે વિનામૂલ્યે આપવામાં આવશે.
અંતિમયાત્રા વાહિની માટે (મો) ૮૧૪૧૨૯૨૯૨૫
આ તકે એ વાત પણ નોંધવી રહી કે ઓએનજીસીના સેવાનિવૃત્ત કર્મચારી યોગેશભાઈ મોઢ સમાજના નિઃસહાય લોકોને પણ આર્થિક રીતે મદદરૂપ થતા રહ્યાં છે. લાભ પાંચમના દિવસે આયોજિત આ કાર્યક્રમમાં યોગેશ મહેતા અને શોભા મહેતા દ્વારા દિવંગત માતા-પિતા અમરતલાલ અને મધુબહેનના સ્મરણાર્થે આ કોમ્પેક્ટ અંતિમયાત્રા વાહિનીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે તેમના પરિજનો, શુભેચ્છકો, મિત્રો અને સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
No comments