Modh Samaj


 

કમુરતા દરમિયાન જીવનસાથીની પસંદગી તો કરી જ શકાય

     કમુરતાનો પ્રારંભ થઈ ગયો છે. ૧૫મી ડિસેમ્બરે રાત્રે ૧૦:૧૯ કલાકે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરતા માંગલિક કાર્યો બંધ થઈ ગયા છે. આ સમયગાળાને ખરમાસ અથવા તો કમુરતા કહેવામાં આ આવે છે. કમુરતા ૧૪ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો કરી શકાતા નથી. ૧૪ જાન્યુઆરીસૂર્ય મકર રાશિમાં પ્રવેશશે, પછી શુભ કાર્યો શરૂ થઈ શકે છે. જે કે આ સમયગાળા દરમિયાન લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓ માટે યોગ્ય પાત્ર શોધવા કે તે અંગે કાર્યવાહી કરવા પર કોઈ પાબંધી નથી.

વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈશું તો સૂર્ય ધન રાશિમાં પ્રવેશ્યા બાદ સૂર્યનો પ્રકાશ અને સ્થિતિ બંને નબળી પડી જાય છે. સૂર્યને તમામ ગ્રહોમાંથી સૌથી બળવાન ગ્રહ માનવામાં આવે છે. તેથી કોઈપણ શુભ અને માંગલિક કાર્ય માટે સૂર્યનું તેજ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ જ કારણે ધનારક કમુરતા દરમિયાન લગ્ન અને માંગલિક કાર્યો કરી શકાતા નથી. સૂર્ય પિતાપક્ષનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તેમનું તેજ ઓછું થવું માંગલિક કાર્યો કરવા માટે ઉત્તમ માનવામાં આવતું નથી. સૂર્યને લીધે ગુરુની શક્તિ પણ નબળી પડે છે. આમ બે મોટા ગ્રહોની શક્તિ ઘટવાના કારણે શુભકાર્ય કરવામાં સ્થિરતાનો અભાવ રહે છે અને તેથી જ માંગલિક કાર્યો કરાતા નથી. વળી શુભ કાર્યોમાં સૂર્ય અને ગુરુનું હોવાનું જરૂરી માનવામાં આવે છે.


ધનારક કમુરતામાં ખરમાસ લગ્ન કે લગ્ન સંબંધી શુભ કાર્યો કરી શકાતા નથી. પણ સતકાર્યો કરી શકાય છે. કમુરતામાં જેટલા સતકાર્યો કરો તેનું ફળ સારું છે, કમુરતા દરમિયાન વિષ્ણુયાગ, નવચંડી, રૂદ્રયાગ, પૂજા-પાઠ સહિતના સત્કાર્યો કરવા શુભ મનાય છે. તમે પણ આ સમયગાળા દરમિયાન જીવનસાથી પસંદગી પ્રક્રિયા તો કરી જ શકો છે.

No comments